એક પત્ર પપ્પા ને...


આપે ઘણા લેખાંકો વાચ્યા હશે જે માતા ની મહાનતા અને ત્યાગ ની વાત કરતા હશે. પણ આ બધા માં આપડે આપણા ઘર ના બહુ જ જરૂરી સભ્ય બાપ ને તો ભૂલી જ જઈએ છીએ. મમ્મી જન્મ આપે છે. પણ સારું જીવન તો પપ્પા તમે જ આપો છો ને. એટલે આ પત્ર તો ફક્ત ને ફક્ત પપ્પા માટે.

Dear પપ્પા,

મને ખબર જે કે તમે આજે પણ Bank ગયા છો ને ત્યાં કામ જ કરી રહ્યા હસો. વિચાર્યું તું કે આજે તમને કોઈ સારી gift આપીશ પણ તમે તો અમદાવાદ માં છો જ નથી તો શું કરી શકાય! એટલે વિચાર્યું કે આ પત્ર લખું...

હું નાનપણ માં તો ઘણો તોફાની હતો. ને મારા કારણે તમારે ઘણું સંભાળવું પડતું હતું લોકો નું. પણ તમે મને કદી એ બાબત પણ ઠપકો નથી આપ્યો. તમે હમેશા સારા માણસ બનવા નો આગ્રહ રાખ્યો, જે હવે સમજાય છે કે, કેમ જરૂરી હતું.

પપ્પા, તમને યાદ હશે જયારે મને Cycle ચલાવ તા નહતી આવડતી તી ત્યારે તમે મને ઠપકો આપતા બહાર ઘર ની બહાર કાઢેલો કે જો હું આજે Cycle શીખી ને ના આવ્યો તો  તમે  મને ઘર માં નહિ આવવા દો, અને હું એ દિવસ સે Cycle ચલાવતા શીખી જ ગયો!!

યાદ છે તમને, જયારે મેં તમને complain કરેલી કે મને કોઈ હેરાન કરે છે school માં ત્યારે તમે હિંમત આપી તી ને સામનો કરવા ની વાત કરી તી. તે પછી મને મુશ્કેલીઓ નો સામનો કરવાની તાકાત પણ તમે જ આપી તી.

આવા તો ઘણા કિસ્સા છે, જે કારણે જ હું જીવન માં સારો માણસ બની શક્યો. નાનપણ થી જ તમારી જેમ જીવવાની આશા હતી. અને તમને ગર્વ થાય તેવા કામ કરવા નો પ્રયત્ન કર્યા છે. અને આગળ પણ કરતો જ રહીશ. અને ચાહું કે જીવન માં જયારે જયારે મને આવા કોઈ ઠપકાની જરૂર પડે ત્યારે તમે મારી સાથે જ હોવ.

કદી કહ્યું નથી મેં તમને પણ તમને જ મારા real life hero છો.  And one day I will make you proud.

Happy Father's Day, પપ્પા!

Love you...

0